New Update
-
ભરૂચના જંબુસરમાં બન્યો હતો બનાવ
-
જંબુસરના એક ગામાં દિવ્યાંગ યુવતી પર આચરાયું દુષ્કર્મ
-
2 નરાધામોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું
-
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા
-
બન્ને નરાધમોના 4 દિવસના રીમાન્ડ મંજુર
ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલ દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઇ યુવતીનું મોઢું દબાવી બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા.
આ અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીઓની નડિયાદથી ધરપકડ કરી હતી ત્યારે આજરોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસે કોર્ટ સમક્ષ બંનેના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે .આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Latest Stories