ભરૂચ: ધુળેટી પર્વ પર નદી-કેનાલમાં ડૂબી જવાના 5 બનાવ, ફાયર વિભાગ દોડતું રહ્યું

ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.

New Update
ભરૂચમાં ધુળેટીના પર્વ પર દુર્ઘટના
ડૂબી જવાના 5 અલગ અલગ બનાવ
ભરૂચ જંબુસરમાં બન્યા બનાવ
નર્મદા નદી અને તળાવમાં ડૂબી ગયેલ યુવાનો ડૂબ્યા
ફાયર વિભાગ દોડતું રહ્યું
ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.

ભરૂચમાં ધુળેટીના પર્વ પર દુર્ઘટનાઓની વણઝાર જોવા મળી હતી.રંગોના પર્વ ધુળેટી પર એક મેકને રંગ લગાવ્યા બાદ અનેક યુવાનો નદી, કેનાલ અને તળાવમાં નાહવા જતા હોય છે ત્યારે તળાવ અને નદીમાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટના બની હતી જેમાં પ્રથમ ઘટનામાં નંદેલાવ નજીક તળાવમાં નાહવા અને માછીમારી કરવા ગયેલા ત્રણ બાળકો ડૂબ્યા હતા.આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં એક બાળકને બચાવી લેવાયો હતો જ્યારે બે બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી.આ તરફ નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે ધુળેટી રમ્યા બાદ મોટી સંખ્યામાં લોકો નદીમાં નાહવા ઉમટયા હતા ત્યારે મહકતમપુર વિસ્તારમાં રહેતો એક યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ તરફ જંબુસરમાં પણ તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી. જંબુસરમાં તળાવમાં નાહવા ગયેલ એક યુવાન ડૂબી જતા તે લાપતા બન્યો હતો જેની ફાયર ફાયટર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ તરફ કેલોદ ખાતે નર્મદા નદીમાં પણ ડૂબી જવાનો બનાવ બન્યો હતો.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.