ભરૂચ:મનરેગા કૌભાંડમાં સંડોવાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત 6 આરોપીઓ સબજેલ ભેગા, કોર્ટે કર્યો હુકમ

ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • 6 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ

  • પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરી રજૂ કર્યા

  • કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા કર્યો હુકમ

  • કોંગ્રેસ નેતા સહિત તેના પુત્રની થઇ છે ધરપકડ

ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો
ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓનો કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
Latest Stories