ભરૂચ: અનઇવન ટોપોગ્રાફી ધરાવતા શહેરમાં 70 ઇમારતો જર્જરીત, નબળું બાંધકામ ઉતારી લેવા માલિકોને તંત્રની નોટીસ

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ

  • વરસાદી કાંસની સફાઈ કરાય

  • વૃક્ષની પણ છટણી કરવામાં આવશે

  • 70 ઇમારતો જર્જરીત હોવાનું બહાર આવ્યું

  • ઇમારતોના માલિકને તંત્રએ પાઠવી નોટીસ

અન ઇવન ટોપોગ્રાફી ધરાવતા ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો ધરાશાય થવાના બનાવ ન બને અને મોટી દુર્ઘટના ન સર્જાઈ તે માટે નગર સેવા સદન દ્વારા 70 થી વધુ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે
ભરૂચ નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસા માટે પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ પર ઊગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ થવાની છે જેથી વાહનવ્યવહાર પર કોઈ અડચણ ન ઊભી થાય.આ ઉપરાંત શહેરભરમાં 70થી વધુ જર્જરિત ઈમારતોની ઓળખ કરવામાં આવી છે.પાલિકા દ્વારા આ તમામ ઈમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઈમારતો ખાલી કરવા અને જરૂર જણાય તો તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે.
Latest Stories