New Update
ભરૂચના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજરોજ 75મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા
અંકલેશ્વરના નાનકડા એવા પીરામણ ગામથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર ભરૂચના પનોતા પુત્ર,રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા મર્હુમ અહેમદ પટેલની આજરોજ 75મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનો અને કાર્યકરોએ અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રભુદાસ મકવાણા,જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories