ભરૂચ: 75માં વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે. 

New Update

ભરૂચમાં વન મહોત્સવની ઉજવણી

75માં વન મહોત્સવની ઉજવણી કરાય

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

આગેવાનોના હસ્તે વૃક્ષારોપાણ કરાયુ

વનકર્મીઓ- સામાજિક સંસ્થાઓનું બહુમાન કરાયુ

ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ  ખાતે ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ આમંત્રીતોના હસ્તે વૃક્ષારોપાણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ  મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ  આરતી પટેલ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,કલેકટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે ૮ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે. 
Latest Stories