New Update
-
આજે તારીખ 7મી માર્ચ
-
જન ઐષધિ દિવસની ઉજવણી
-
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાય
-
સસ્તા ભાવે મળતી દવા આશીર્વાદરૂપ
-
દેશભરમાં 1,5000 જન ઔષધિ કેન્દ્ર
આજ રોજ તારીખ સાતમી માર્ચ જન ઐષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જન ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે, “જન ઔષધિ દિવસ” દર વર્ષે 7મી માર્ચે ઉજવવામાં આવે છે. આ વખતે પણ દેશમાં 7મો 'જન ઔષધિ દિવસ' ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી તો કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તારીખ 1 થી 7 માર્ચ દરમ્યાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે જે અંતર્ગત જન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારતીય જનઔષધિ પરિયોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડલ આપનાવ્યું છે જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો દ્વારા જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે.જેના ફળશ્રુતિરૂપે છેલ્લા ૧૦ વર્ષમાં, કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો થયો છે. વર્ષ 2014 માં માત્ર 80 કેન્દ્રો હતા અને તા. 31 જાન્યુઆરી 2025 સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં 1,50,000 જનઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં ૭૧૯ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જ્યારે ગુજરાતમાં 750 થી વધું કેન્દ્રો સેવારત છે.