New Update
/connect-gujarat/media/media_files/2025/08/18/phython-2025-08-18-11-25-25.png)
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતાં જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
Latest Stories