ભરૂચ: નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી ઘીના 900 ડબ્બાની ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 5.61 લાખની  કિંમતના ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

New Update
  • ભરૂચના નેત્રંગનો બનાવ

  • ચાસવડ દૂધ ડેરીમાં ચોરીની ઘટના

  • ઘીના 900 ડબ્બાની ચોરી

  • ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  • રૂ.5.61 લાખના સમાનની ચોરીની ફરિયાદ નોંધાઇ 

ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 5.61 લાખની  કિંમતના ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકાર મંડળીમાં  ગોડાઉનની પાછળના ભાગે આવેલ ૧૨ ફુટ ઉંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરના સ્ક્રુ ખોલીને ગોડાઉનમાંથી ૧ લીટરના ઘીના બોક્સ નંગ-૭૭માં ભરેલા ૯૩૫ ઘી ના ડબ્બા ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ચોરીને આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી.જેમાં ઘી ના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં ચાસવડ ડેરાના મેનેજર સુરેશ પટેલે કુલ ૯૩૫ ઘીના ડબ્બા જેની કિંમત રૂ.૫,૬૧,૦૦૦ની મુદામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. નેત્રંગ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.