ભરૂચ : શક્તિનાથ સર્કલ નજીક 10 ફૂટ ઊંડા અને 7 ફૂટ પહોળા ભુવાનું પાલિકા તંત્રએ પુરાણ કર્યું...

10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવાનું ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

New Update
Bharuch Shaktinath Circle

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ નજીક પડેલા 10 ફૂટ ઊંડા અને 7 ફૂટ પહોળા ભુવાના પુરાણની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત મંગળવારના રોજ રૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાવા સાથે વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ નજીક વીજ પોલ નમી પડ્યા બાદ વીજકર્મીઓ દ્વારા બિસ્માર વીજપોલનું સમારકામ કરવામાં આવ્યું હતું.

જે બાદ આજ જગ્યા પર વીજપોલ નીચે 10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભુવો પડ્યો હતો, ત્યારે આ જોખમી ભુવાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતાં ગતરોજ મોડી રાત્રે ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories