ભરૂચ : કોબલા ગામે હડકવાથી પીડિત ભેંસનું 3 દિવસ બાદ મોત થતાં તેનું કાચું દૂધ આરોગનાર ગ્રામજનોમાં ફફડાટ..!

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકે, આ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

New Update
  • આમોદ તાલુકાના કોબલા ગામમાંથી બનાવ સામે અવાયો

  • તાજેતરમાં હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું થયું મોત

  • ભેંસનું કાચું દૂધ આરોગનાર ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ

  • ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થતાં સુરક્ષામાં વધારો

  • સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોને હડકવા વિરોધી રસી અપાય

  • અન્ય લોકોને પણ રસી લઈ લેવા આરોગ્ય વિભાગની અપીલ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકેઆ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે હડકવા (રેબીઝ)થી પીડિત ભેંસના મોત બાદ ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે. તાજેતરમાં જ ભેંસને કોઈ હડકવાગ્રસ્ત શ્વાનએ કરડી લેતા તેમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. જેના 3 દિવસ બાદ હડકવાથી પીડિત ભેંસનું પણ મોત થયું હતું. તો બીજી તરફમૃત્યુ પામેલ ભેંસનું અગાઉના દિવસોમાં કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જોકેગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થતાં તેમની સુરક્ષા માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ આગળ આવ્યું છે. જેમાં આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોને હડકવા વિરોધી રસી મુકવામાં આવી રહી છે.

અગાઉથી જ 32 જેટલા લોકોને હડકવા વિરોધી રસી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેહડકવો એક એવો ખતરનાક વાયરસ છેજે પ્રાણીના કરડવાથી કે તેની લાળ માનવ શરીરમાં પ્રવેશવાથી ફેલાય છે. આ રોગ મનુષ્યના નર્વસ સિસ્ટમને અસર કરે છેઅને સમયસર સારવાર ન મળે તો લગભગ 100 ટકા જીવલેણ સાબિત થાય છેત્યારે કોબલા ગામના અન્ય લોકોને પણ વહેલી તકે હડકવા વિરોધી રસી લઈ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories