New Update
/connect-gujarat/media/media_files/2025/06/19/darrrr-2025-06-19-11-16-41.png)
ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે મગણાદ ગામની નવી નગરીમાં રહેતો શૈલેષ ગંભીર મકવાણા તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારુની નંગ-790 નંગ બોટલ મળી કુલ 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શૈલેષ ગંભીરભાઇ મકવાણાને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂ આપી જનાર હશન પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.