New Update
-
ચૈતર વસાવા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
-
અન્ય 13 લોકોના સામે પણ ગુનો દાખલ
-
રાજપારડીમાં મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા
-
રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાયો
-
પી.આઈ.જાતે જ બન્યા ફરિયાદી
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરીમાં આપવામાં આવી ન હતી તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલામાં રાજપારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવી છે ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પદયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને અડચણ ઊભી થઈ ન હતી માટે કિન્નખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે