ભરૂચ: આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગ્યો, વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ

વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા

New Update
Amod Child Electric Shock
Advertisment
ભરૂચના આમોદના શાંતિનગરમાં રહેતો બાળક વિષ્ણુ વસાવા જેવો બકરીઓ ચરાવવા માટે ખેતરમાં નહેરના રસ્તા પરથી જાય છે જ્યાં જીઈબીનો વાયર ત્રણ થી ચાર ફૂટ નીચે આવી ગયેલ હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો હતો.
Advertisment
બાળકને વિજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહેલી તકે સમારકામની માંગ કરવામાં આવી છે.
Latest Stories