ભરૂચ : ઉત્તરાયણ પૂર્વે બજારમાં પતંગ-દોરીની ખરીદી કરવા ગ્રાહકોની ઉમટી ભીડ

ગત વર્ષની ઉત્તરાયણ કરતા આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે. મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહ્યા છે.

New Update
  • ઉત્તરાયણ પર્વનો થનગનાટ

  • પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ

  • પતંગ બજારમાં ઘરાકી વધતા વેપારીઓમાં ખુશી 

  • પતંગ દોરીના ભાવમાં થયો ભાવ વધારો

  • મોંઘવારીને માત આપી ઉત્સવપ્રિય લોકો પર્વની કરશે ઉજવણી

 ભરૂચમાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છેત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ-દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છેત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉતરાયણ.આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ઉતરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે.

આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જુના વેપારી આકાશ પતંગ માર્ટના ઐયુબે  જણાવ્યું હતું કેચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે.

જોકેછેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતા આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે. મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહ્યા છે.

ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા 3-4 દિવસ બજારમાં ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે. જે વેપારીઓ માટે ખુશીની વાત છે.આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઇજા કેતેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.

Latest Stories