ભરૂચ : ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સહકાર મંત્રીની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજાયો...

સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક ખાતે આયોજન

  • સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત

  • સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિસ્તૃત ચર્ચા

  • સહકારી મંડળીઓના આગેવાનો-હોદ્દેદારોની ઉપસ્થિતી

સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ અભિયાન રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર સમજૂતી આપી હતી. તેમણે સહકાર સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી હતી. સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છેઅને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કરી તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું. સહકારી મંડળીઓની પારદર્શિતાઆધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીવાગરાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રણાદુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલભરૂચ ભાજપ જીલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories