/connect-gujarat/media/media_files/2025/03/08/5kAGisRnzQXHFk8AO47A.jpg)
ભરૂચ જિલ્લામાં દુષ્કર્મના વધુ એક બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો.યુવતી તેના ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ અંગેની જાણ પરિવારજનોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી જંબુસર પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બન્ને નરાધમો સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.