ભરૂચ : આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની 125મી પુણ્યતિથિ, રાજપારડી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી “બિરસા મુંડા અમર રહો”ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

New Update
  • આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ

  • ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ ખાતે કરાયું આયોજન

  • આદિવાસી સમાજના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી

  • આગેવાનોએ બિરસા મુંડા અમર રહોના નારા લગાવ્યા

  • બિરસા મુંડાના વિચારોને ફેલાવવાનો આગેવાનોમાં સંકલ્પ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી બિરસા મુંડા અમર રહોના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ તેમના વિચારો વ્યક્ત કરતા આદિવાસી એકતા અને હક્ક માટે સતત જાગૃત રહેવા સંદેશો આપ્યો હતો. કાર્યક્રમના અંતે બિરસા મુંડાના વિચારોથી પ્રેરાઈ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગી આગેવાન ધનરાજ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories