ભરૂચ: ટ્રાફિકજામમાં ફસાતા યુવતી 10 મિનિટ માટે ફલાઇટ ચુકી ગઈ, પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ !

અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી

New Update
  • પ્લેન ક્રેશમાં ભરૂચની યુવતીનો આબાદ બચાવ

  • 10 મિનિટ માટે ફલાઇટ ચુકી ગઈ

  • ટ્રાફિકજામમાં ફસાતા એરપોર્ટ પહોંચતા મોડુ થયું

  • પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ ધ્રુજારી છૂટી ગઈ

  • ભગવાનનો આભાર માન્યો

અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુખદ ઘટના બની હતી
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો.ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ૧૦ મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભરૂચની મેઘદૂત ટાઉનશિપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 
2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફલાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12: 20 મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.
જોકે 12:10એ એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઈટ મીસ કરવાનો વારો આવ્યો હતો.આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. માત્ર 10 મિનિટ માટે મોતને હાથતાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે એવી માંગ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.