ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં વિશ્વ શાંતિ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપારડી, વઢવાણા તેમજ આજુબાજુના ગામના ભક્તો જોડાયા હતા, ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી. જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિરે પરત પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ બીજા દિવસે મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજન થયેલ મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણા ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજાયેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી પૂજન-અર્ચનનો લાભ લીધો હતો.