-
રંગ અવધૂત સોસાયટીમાં સાપ દેખા દેતા ફફડાટ
-
મકાન માલિક સહિત સોસાયટીના રહીશોમાં ભય
-
બનાવના પગલે જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા
-
ભારતનો અત્યંત ઝેરી કોબ્રા સાપ હોવાનું સામે આવ્યું
-
સાપને રેસ્ક્યુ કરી લેવાતા સ્થાનિકોમાં રાહતનો શ્વાસ
ભરૂચ શહેરની રંગ અવધૂત સોસાયટીમાં સાપ દેખા દેતા મકાનમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કરતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ શહેરમાં આવેલ રંગ અવધૂત સોસાયટીના મકાન નં. B-37માં સાપ દેખા દેતા મકાન માલિક સહિત સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ભરૂચ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ભારે જહેમત બાદ ભારતમાં 3 ઝેરી સાપો પૈકીના એક કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી તેને ઝડપી પાડ્યો હતો. આ સાપ અંદાજીત 4.5 ફૂટ લાંબો કોબ્રા સાપ હોવાથી તેને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે, સાપ પકડાઈ જતા મકાન માલિક સહિત આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.