ભરૂચ: પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે  કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી

New Update
aaaa

પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે  કલેક્ટર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે કરવાની થતી કાર્યવાહી માટે જિલ્લાના તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરી વહેલી તકે કરવા સૌને સૂચના આપી હતી. સાથે દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. 
રેઈન ગેઝ મશીનની ચકાસણી કરવા,વરસાદી પાણીના નિકાલ માટેની કાંસની સમયસર યોગ્ય રીતે સફાઈ થાય, વરસાદી પાણીના નિકાલ માટે અવરોધક હોય તેવા સ્ટ્રક્ચરને હટાવી જગ્યા ખૂલ્લી કરવી, ઘન કચરાનો સુવ્યવસ્થિત નિકાલ થાય અને રોડ-રસ્તા, કેનાલની આસપાસ, વરસાદી પાણીના સંગ્રહ સ્થળોએ જંગલ કટિંગ અને વૃક્ષોનું ટ્રીમીંગ થાય, સિંચાઈ યોજનાના વિવિધ ડેમ, નાના ચેકડેમનું યોગ્ય રીતે ડિસીલ્ટીંગ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને આંગળીના ટેરવે ગોલ્ડન બ્રિજ પરની નર્મદા નદીની સપાટીની રીયલ ટાઇમ વિગતો મળી શકે તે માટે e-REWA  Early Warning System પણ ડેવલપ કરવામાં આવી છે.          

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.