New Update
ભરૂચમાં રખડતા ઢોરનો આતંક
ઝાડેશ્વર રોડ પર સર્જાયો અકસ્માત
રખડતા ઢોરના ટોળાએ મોપેડ ચાલકને લીધો અડફેટે
ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડાયો
તંત્ર યોગ્ય કામગીરી કરે એ જરૂરી
ભરૂચમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ઝાડેશ્વર રોડ પર મોપેડ ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે આજરોજ આવો જ બનાવ ફરી એકવાર સામે આવ્યો હતો.
ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લીધા હતા.જેના પગલે તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે આ અભિયાન થોડા દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે આ પ્રકારના અકસ્માતો સર્જાય રહ્યા છે..
Latest Stories