ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરી કરવાના ઇરાદે આવેલા 2 પૈકી એક ઈસમને વર્કશોપના કર્મીઓએ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ધોળા દિવસે એસટી ડેપોના વર્કશોપ એરિયામાં ચોરી કરવાના ઈરાદે 2 ઈસમોએ પ્રવેશ કર્યો હતો. જે બન્ને ઈસમોએ બેટરી ચોરી કરવા સહિત અન્ય સામાનની ચોરી કરી રહ્યા હતા. તે સમયે એસટી વર્કશોપના કર્મીઓએ સમય સૂચકતા વાપરી ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. એસટી વર્કશોપના કર્મીઓએ 2 પૈકી એક ઈસમને પકડી ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો, ત્યારે હાલ તો એસટી વર્કશોપમાં ચોરીના પ્રયાસ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.