New Update
-
ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો કેદી
-
કેદીએ 14 વર્ષ જેલની સજા ભોગવી
-
જેલ પ્રસાસન દ્વારા સારી વર્તણુક ધ્યાને લેવાય
-
સરકારે વહેલી જેલમુક્તિની દરખાસ્ત કરી મંજુર
-
આજરોજ કેદીને જેલમાંથી કરાયો મુક્ત
ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા
ભરૂચ સબજેલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકાકામના કેદી વિજય વસાવાએ 14 વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી.ગુનો આચાર્યો એ સમયે તેની ઉંમર 20 વર્ષની હતી.સજા દરમ્યાન જેલમાં તેની વર્તણુક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન પરિવારજનો તેને લેવા આવતા જેલ બહાર લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી.રાઠોડે કેદીને ગુનાહીત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામના પાઠવી હતી
Latest Stories