ભરૂચ: સેવાશ્રમ રોડનો એક ભાગ વાહનવ્યવહાર માટે શરૂ કરાયો, સમારકામ માટે 15 દિવસથી માર્ગ હતો બંધ

૧૫ દિવસ સુધી ડાઈવર્ઝન આપવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ રસ્તો આર.સી.સી.બેઝ સાથે પેવર બ્લોક દ્વારા બનાવવામાં આવ્યો છે...

New Update
sevashram road Bharuch

ભરૂચમાં ચોમાસામાં માર્ગોની બિસ્માર હાલત

વિવિધ માર્ગોનું સમારકામ હાથ ધરાયુ

સેવાશ્રમ રોડ સમારકામ માટે હતો બંધ

માર્ગનો એક ભાગ શરૂ કરાયો

વાહનચાલકોને આંશિક રાહત

ભરૂચના સેવાશ્રમ રોડનો એક મોટો હિસ્સો વાહન વ્યવહાર માટે ખોલી નાખવામાં આવતા વાહન ચાલકોએ ડાઈવર્ઝન સામે રાહત અનુભવી છે. ચોમાસા બાદ ભરૂચના રસ્તાઓની હાલત બદતર બની હતી.
મોટા ભાગના રસ્તા બિસ્માર બનતા પ્રજાએ ભારે ઊહાપોહ મચાવ્યો હતો લોકોના રોષને જોતા લાખોની ગ્રાન્ટની ફાળવી રસ્તાઓનું રીપેરીંગ અને રીનોવેશન શરુ કરાયું છે.સેવાશ્રમ રોડ રીનોવેશન માટે ૧૫ દિવસ માટે બંધ કરી રસ્તો પહોળો કરવા સાથે સારી ગુણવત્તાનો બનાવવાની કામગીરી અડધી પૂર્ણ થતા આજથી આ માર્ગ વાહન વ્યવહાર માટે શરુ કરવામાં આવ્યો છે.
૧૫ દિવસ સુધી ડાઈવર્ઝન આપવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ રસ્તો આર.સી.સી.બેઝ સાથે પેવર બ્લોક દ્વારા બનાવવામાં આવ્યો છે.આ સાથે રસ્તો પહોળો કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની આશા સેવાઈ રહી છે.હાલમાં આઈ.સી.આઈ.સી.આઈ બેંકથી મિશ્ર શાળા સુધીનો માર્ગ ખોલવામાં આવ્યો છે.જે બાદ આગામી ત્રણ-ચાર દિવસમાં આગામી કામગીરી પૂર્ણ કરી સેવાશ્રમ રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ ખુલ્લો મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે મહત્વના ગણાતા સેવાશ્રમ રોડના સમારકામની કામગીરીનું બે થી ત્રણ વખત ખાતર્મુહત કર્યા બાદ આજથી અડધો રોડ ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ સમયગાળામાં 1 ધારાસભ્ય અને 2 પ્રમુખ બદલાય ગયા છે ત્યારે આ રોડની કાયાપલટ કેવી થાય છે એ જોવાનું રહેશે
Latest Stories