ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે આવેલ R.K.વકીલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી સ્પેશ્યલ મહાકુંભમાં ઝળક્યો, દોડ- દડા ફેંક સ્પર્ધામાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

શ્રેય મનહરભાઈ પટેલે દોડ અને દડા ફેંક સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. બંને સ્પર્ધામાં વિદ્યાર્થીનો દ્વિતીય ક્રમ આવતા તંત્ર દ્વારા રોકડ પારિતોષિક આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો

New Update
Rk Vakil School Ilav
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રમશે ગુજરાત,જીતશે ગુજરાત હેઠળ ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં હાંસોટના ઇલાવ ગામે આવેલ અને આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શ્રેય મનહરભાઈ પટેલે દોડ અને દડા ફેંક સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. બંને સ્પર્ધામાં વિદ્યાર્થીનો દ્વિતીય ક્રમ આવતા તંત્ર દ્વારા રોકડ પારિતોષિક આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ મેળવેલ સિદ્ધિ બદલ આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોષી અને શાળા પરિવાર તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા