New Update
ભરૂચમાં ઘટાદાર વૃક્ષ થયું ધરાશાયી
આંબેડકર શોપિંગ નજીક બની ઘટના
મુખ્ય માર્ગ પર ઝાડ ભોંયભેગુ થતા રસ્તો થયો બંધ
વૃક્ષ નીચે એક કાર દબાતા નુકસાન
વૃક્ષ નીચે એક કાર દબાતા નુકસાન
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કરાઈ કામગીરી
ભરૂચ શહેરના સ્ટેશન રોડને અડીને આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશાયી થઇ ગયું હતુ.ઓચિંતા જ સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.જ્યારે વૃક્ષ નીચે એક કાર દબાઈ જતનુકસાન થવા પામ્યું હતું.ભોંયભેગા થયેલા વૃક્ષના કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો,અને ઘટના અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી,અને જમીનદોસ્ત થયેલા વૃક્ષને સલામત રીતે હટાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.