/connect-gujarat/media/media_files/2026/02/09/hindclo-2026-02-09-18-41-32.jpeg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ વિસ્તારના ટ્રક ડ્રાઇવરો માટે હિન્ડાલ્કો કંપનીના દહેજ અને પખાજણ યુનિટ દ્વારા સારથિ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પર્યાવરણ જવાબદારી પહેલ હેઠળ હત તા. 7 ફેબ્રુઆરી-2026’ના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ વિસ્તારના ટ્રક ડ્રાઇવરો માટે સારથિ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સારથી ઉત્સવ એ વ્યાપક હિન્ડાલ્કો સીએસઆર પ્રોજેક્ટ, લાઇફ ઓન વ્હીલ્સ હેઠળ એક સમર્પિત કાર્યક્રમ છે. આ એક દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રક ડ્રાઇવરોના મહત્વના યોગદાનને બિરદાવવાનો, માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવાનો અને તેમની સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ શિબિર, આરોગ્ય તપાસ શિબિર, માર્ગ સલામતી અને વ્યસન મુક્તિ પર શેરી નાટકો, માર્ગ સલામતી પ્રતિજ્ઞા અને સહી ઝુંબેશનો સમાવેશ થતો હતો.
ટ્રક ડ્રાઇવરોને આદર્શ ડ્રાઇવર, પર્યાવરણ મિત્ર ડ્રાઇવર, કોપર સુરક્ષા સારથી ડ્રાઇવર, વિશ્વસનિય કોપર સારથી ડ્રાઇવર, શ્રેષ્ઠ કોપર ડિલિવરી ચેમ્પિયન ડ્રાઇવર અને અન્ય શ્રેણીઓમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભેટો, શાલ અને ટી-શર્ટ પણ આપવામાં આવ્યા હતા. આ સારથિ ઉત્સવમાં 192થી વધુ ટ્રક ડ્રાઇવરોએ જોડાઈને લાભ લીધો હતો. આ સાથે જ હિન્ડાલ્કો કોપરના ફાઇનાન્સ હેડ બિષ્ણુ અગ્રવાલ, ચીફ લોજિસ્ટિક્સ હેડ સુકાંત દાસ અને યુનિટ હેડ કે. કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની CSR પ્રવૃતિઓનો ચિતાર આપ્યો અને ટ્રક ડ્રાઇવરોને સુરક્ષિત અને સલામત વાહન ચલાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે RTO અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક RTO અધિકારી એન.પી.દયમા, તાલુકા આરોગ્ય અધિકારી-વાગરા, અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી અને દહેજ ગામના સરપંચ જયદીપસિંહ રણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.