New Update
-
ભરૂચમાં પતંગોત્સવનું આયોજન
-
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ
-
રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે પતંગોત્સવનું આયોજન
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
-
શાળાના બાળકોએ પતંગ ચગાવ્યા
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગતોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેહદાન,ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એવા પરિવારો દ્વારા થયેલા સેવાકાર્યને બિરદાવવાનો આ કાર્યક્રમ યોજાયો હતો.
પતંગોત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકતા ધનજી પરમાર,સંસ્થા સંજય તલાટી સહિતના સંસ્થા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી.
Latest Stories