New Update
-
નર્મદા પરિક્રમાનું રહેલું છે અનેરું મહત્વ
-
સેંકડો યાત્રિકો કરે છે નર્મદા પરિક્રમા
-
નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં મંગલેશ્વર ગામે અનોખો સેવાયજ્ઞ
-
જોશી પરિવાર 100 વર્ષથી કરે છે પરિક્રમાવાસીઓની સેવા
-
કોઈ પણ દાન વગર નિ:સ્વાર્થ ભાવે સેવા
રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોઈએ આ વિશેષ અહેવાલ
કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.1312 કી.મી.ની નર્મદા પરિક્રમામાં સેંકડો પરીક્રમાવાસીઓ જોડાય છે ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓની સેવાનું પણ આગવું મહત્વ રહેલું છે.રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોશી પરિવારની પાંચમી પેઢી નર્મદા પરિક્રમાવાસીઓની દિવસ રાત સેવા કરી રહી છે.જોશી પરિવારની 2 શિક્ષિત બહેનો કમળાબહેન જોશી અને જ્યોતિબહેન નર્મદા પરિક્રમવાસીઓ માટે સાક્ષાત જાણે અન્નપૂર્ણાં છે.દૂર દૂરથી ચાલતા આવતા નર્મદા પરિક્રમા વાસીઓના રહેવા-જમવા અને ચા નાસ્તાની સગવડ આ પરિવાર દ્વારા વર્ષોથી કરવામાં આવે છે.
આ અંગે કમળાબહેન અને જ્યોતિબહેને કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરવાનું વરદાન પરંપરામાં મળ્યું છે. તેઓ કોઈપણ જાતના લક્ષ્યની પ્રાપ્તિ વગર માત્ર આત્મસંતોષ માટે પરિક્રમા વાસીઓની સેવા કરે છે આ માટે તેઓ દ્વારા કોઈપણ વ્યક્તિ પાસે દાન પણ લેવામાં આવતુ નથી
જોષી પરિવારમાં 78 વર્ષીય કમળાબહેન જોશી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવા માટે પ્રેરણા સ્ત્રોત છે. પરિક્રમાવાસીઓની સેવા કરવા માટે ચારેય માસી-ભાણેજે લગ્ન કર્યા નથી. પરિવારના ખેતરમાં ખેતી કરી સેવાની આ જ્યોત અખંડ રાખવામાં આવી છે.જ્યોતિબહેન નિવૃત્ત આચાર્ય છે તેઓ અને તેમનો પરિવાર મળી નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરે છે. દિવસ કે રાતનો કોઈપણ સમય જોયા વગર તેઓ નર્મદા પરિક્રમા વાસીઓને ભોજન કરાવે છે. નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ સરેરાશ રોજના 350 થી વધુ પરિક્રમા વાસીઓ માટે ભોજન તૈયાર કરે છે. જોષી પરિવાર કોઈપણ જાતના દાન પર નિર્ભર રહ્યા વગર માત્ર નર્મદા પરિક્રમા વાસીઓના મળતા આશીર્વાદથી છેલ્લા 100 વર્ષથી સેવાની ધૂણી ધખાવી રહ્યું છે આથી જ કહેવાય છે "નર્મદે સર્વદે" કે જે કશું પણ માંગ્યા વિના બધું જ આપી દે છે....
Latest Stories