New Update
“પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભરૂચના કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી- ભરૂચ ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો હતો. કલેકટર ગૌરાંગ મકવાણાએ સુશાસન દિનની અધિકારીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે છેવાડાના લોકોના કાર્યો સુવ્યવસ્થિત થાય એટલે સુશાસન જળવાઈ છે.
પ્રજાને કઈ સવલતોની જરૂર છે ? છેવાડાના નાગરિકોનો પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે વધુ ઝડપી થાય તેનું આયોજન અને અમલવારી એટલે સુશાસન.આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહયા હતા.
Latest Stories