ભરૂચ આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
મહિલા સુકક્ષા મુદ્દે પ્રદર્શન કરાયુ
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે એવી માંગ
દબાણ હટાવો ઝુંબેશ અંગે પણ કરાય રજુઆત
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહીલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં ૧૬ વર્ષની બાળકી સાથે સામુહીક બળાત્કાર અને ભરૂચ માં 10 મહિના ની બાળકી નો બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહીલા સુરક્ષાની ચિંતા વધારી દિધી છે ત્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી છે. સાથે જ નગર સેવા સદન દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કરી આપવા માંગ કરવામાં આવી હતી