અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્ર શક્તિ યાત્રાનું ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ભરૂચ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર શક્તિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ યાત્રાનું ભરૂચ શહેરની વિવિધ કોલેજમાં આગમન થતાં ભવ્ય સ્વાગત સમારોહ તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે છાત્ર શક્તિ યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં નવનિર્માણ આંદોલનના સાક્ષી એવા લલિત શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લલિત શર્માએ નવનિર્માણ આંદોલન સમયના પ્રસંગોને યાદ કરી આંદોલનની યાદોને વિદ્યાર્થીઓ સમક્ષ તાજી કરી હતી. આ સાથે જ આંદોલનના પ્રસંગોથી પ્રેરણા સાથે નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગ સંગઠન મંત્રી ભૂપત ગઢવી, સુરત વિભાગ સંયોજક જયદીપ ઝિંઝાળા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.