ભરૂચ: નિર્ભયા કેસમાં  આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ABVP દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચનો ચકચારી નિર્ભયા કેસ

  • ABVP દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન

  • કલેકટરને કરવામાં આવી રજુઆત

  • આરોપીને ફાંસીની સજાની કરાય માંગ

  • પર પ્રાંતિયોની સુરક્ષા સામે સવાલ 

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલ રેપ વીથ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે પહોંચે કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજાની માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Latest Stories