ભરૂચ: તંત્ર દ્વારા શહેરમાં 30 સ્થળોએ રીક્ષા સ્ટેન્ડ જાહેર કરાયા, નિયત સ્ટેન્ડમાં જ રીક્ષા ઉભી રાખવાની રહેશે

ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

New Update
Rikshaw Stand
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જય ભારત ઓટો રીક્ષા એસો.ની રજૂઆતના પગલે નગરપાલિકા અને પોલીસના અભિપ્રાય બાદ શહેરમાં 30 સ્થળોએ રીક્ષા સ્ટેન્ડ જાહેર કરવામાં આવ્યા છે.ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલા રીક્ષા સ્ટેન્ડ:-
ભરૂચ બસ ડેપોનું સ્ટેન્ડ સીટી સેન્ટર સામે
બિગબજાર બહારનું સ્ટેન્ડ
બિગબજાર બહારની સામેનું સ્ટેન્ડ
પાંચબત્તીથી શ્રવણ ચોકડી જવાનું સ્ટેન્ડ
પાંચબત્તીથી ચકલા જવાનું સ્ટેન્ડ
પાંચબત્તીથી સ્ટેશન જવાનું સ્ટેન્ડ
પાંચબત્તીથી બાયપાસ જવાનું સ્ટેન્ડ
ઢાલથી બાયપાસ તથા રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
મહમદપુરાથી મનુબર, કરમાડ, વહાલુ, દહેગામ, હીંગ્લોટ જવાનું સ્ટેન્ડ
મહમદપુરાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
બંબાખાનાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
વેજલપુરથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
બંબાખાનાથી કુકરવાડા જવાનું સ્ટેન્ડ
મનુબર ચોકડીથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
સંતોષી વસાહતથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
શિફાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
જંબુસર બાયપાસ ચોકડીથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
શક્તિનાથથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
ચકલાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
મોટી બજારથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
બજાર ટેકરાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
ધોળીકુઈ બજારથી ઝાડેશ્વર ચોકડી
દાંડીયા બજારથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
હાજીખાના બજારથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
સોનેરી મહેલથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
મક્તમપુરથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
મકદુમ પાર્ક મક્તમપુરાથી રેલ્વે સ્ટેશન જવાનું સ્ટેન્ડ
રેલ્વે સ્ટેશન બ્રીજનાં ઓવરબ્રીજનાં છેડાથી નંદેલાવ રોડ જવાનું સ્ટેન્ડ
રેલ્વે સ્ટેશન સામેથી કસક ઢાળ બાજુ જવાનું સ્ટેન્ડ
રેલ્વે સ્ટેશન સામે મુસાફરખાના આગળ સીટીમાં જવાનું સ્ટેન્ડ
Latest Stories