ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું
વિકાસ સપ્તાહની ઉજવણી
વિકાસ યાત્રા- સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલીઝંડી બતાવી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.માતરીયા તળાવ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ બાદ માતરીયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,કલેકટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.