ભરૂચ: રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા ઘરડાઘર ખાતે રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ઘરડાઘર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા આયોજન

  • ઘરડા ઘર ખાતે આયોજન કરાયુ

  • રક્ષાબંધનના પર્વની ઉજવણી

  • લાગણીસભર દ્રશ્યો સર્જાયા

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા ઘરડાઘર ખાતે રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ઘરડાઘર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોપ્સના પ્રમુખ જહાનવી દર્શન, સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતિષભાઈ નાયકના સંકલનથી આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન રોટરી કોમોડિટી કોર્પસના સભ્યોએ ઘરડા ઘરના વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું. આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ઘરડા ઘરના વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. 
Latest Stories