ભરૂચ : વાગરા GIDCમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહી શંકાસ્પદ,ખેડૂતના આક્ષેપ

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

New Update
Advertisment
  • GIDCમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ખેડૂત અગ્રણીએ કરી ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત

  • GIDCએ સહી વીનાનો પત્ર પાઠવતા શંકા

  • ખેડૂત અગ્રણીએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  • પ્રેસવાર્તામાં આપી માહિતી  

Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયત GIDCમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે.અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે. જેટલી હરાજી ઉંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં આવકનો વધારો થાય છે.પરંતુ GIDCના એમ.ડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લ્હાણી કરી હોવાના આક્ષેપ અજીતસિંહ રાજે કર્યા છે.જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે કર્યા હતા.

વાગરા તાલુકાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ગાંધીનગર GIDC વડી કચેરીએ PMને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી.કચેરીએ અરજદારને સહી વીનાનો પત્ર પાઠવ્યો હતો,અને જરૂરી આધાર પુરાવા સાથે વડી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

જોકે GIDCના તઘલખી અને સહી વીનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વાગરા ખાતે એક પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યુ હતુ કે જે વિભાગના એમ.ડી. રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશેઆ તો દુધનું રખોપુ બિલાડીને આપવા બરાબર છે.જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કેમ તેની ખબર કઈ રીતે પડશે.

 

Latest Stories