-
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી
-
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ
-
વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ સંગ્રહિત કરાશે
-
જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે કરી અપીલ
-
વિદ્યાર્થીઓને અપાર કાર્ડ કઢાવવા કરી અપીલ
કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે.વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે