New Update
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 230 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,જેમાં ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી છે,પરંતુ તેમ છતાં કેટલાક મકાન માલિકો આ બાબતે લાપરવાહ રહીને ભાડા કરારની નોંધણી કરાવી નથી ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં SOG,ભરૂચ બી ડિવીઝન,શહેર સી ડિવિઝન,ભરૂચ તાલુકા પોલીસ, નબીપુર, મેરિન, આમોદ,અંકલેશ્વર બી ડિવિઝન,ઝઘડિયા પોલીસ સ્ટેશન,ઝઘડિયા જીઆઇડીસી,રાજપારડી અને નેત્રંગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસે એક દિવસમાં
મકાન અને દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 230 કેસ કર્યા છે.સૌથી વધુ આમોદમાં 24 કેસ કરવામાં આવ્યા છે.આવનારા દિવસોમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે
Latest Stories