-
કોર્ટ રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે આયોજન
-
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો
-
જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
-
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટને મળ્યો દાતાઓનો સહયોગ
-
ટ્રસ્ટના સભ્યો, હોદેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિત
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના કોર્ટ રોડ પર આવેલ સંકટમોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય સંજય વસાવા, સતીશ વસાવા, ઉપેન્દ્ર રાઠોડ તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.