ભરૂચ: નવા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ સંભાળ્યો ચાર્જ, કચેરીમાં કર્યું પૂજન

તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે

New Update
  • ભરૂચ જિલ્લા પોલીસવડાની બદલી

  • મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી

  • નવા એસ.પી.તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભળ્યો

  • કચેરીમાં પૂજન અર્ચન કરાયુ

  • પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ આજરોજ વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો.
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે. કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભરૂચના પૂર્વ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની બદલી ગાંધીનગરમાં કરવામાં આવી છે. તેમના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક થતા જિલ્લામાં કાયદો-સુવ્યવસ્થાના ક્ષેત્રે નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories