ભરૂચ: ભાજપ સરકારના ઈશારે પોલીસ AAPના કાર્યકરોને ધમકાવી રહી હોવાના આક્ષેપ,કાર્યવાહીની માંગ

આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા-ધમકાવવાની સાજીશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આમ આદમી પાર્ટી દ્વારા આયોજન

  • પત્રકાર પરિષદ યોજાય

  • ભાજપ પર કરવામાં આવ્યા આક્ષેપ

  • ભાજપના ઇરાશે આપના કાર્યકરોને હેરાન કરાતા હોવાના આક્ષેપ

આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા-ધમકાવવાની સાજીશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં પ્રમુખ પિયુષ પટેલએ માહિતી આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા-ધમકાવવાની સાજીશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.વધુમાં તેઓએ નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઘરે પોલીસ જઈ તમે દારૂ અને જુગારનો ધંધો કરો છો તેવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડી ડરાવવા અને માનસિક ત્રાસ આપી ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ નાઈટ્રેકસ કંપનીમાં કામદારો પોતાના હક્ક માટે કંપનીના ગેટ બહાર શાંતિપૂર્ણ ભેગા થયા હતા.તે દરમિયાન પી.આઈ. રાઠોડ દ્વારા કામદારોને જેલમાં પુરી દેવાની,તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરાયા હતા.
Latest Stories