ભરૂચ: જંબુસરમાં ભીષણ ગરમી વચ્ચે ફ્રીજ કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ, મકાનમાં આગ ફાટી નિકળી !

જંબુસરમાં મકાનમાં ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ.....

New Update
  • ભરૂચના જંબુસરમાં આગનો બનાવ

  • ભીષણ ગરમી વચ્ચે ફ્રીજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ

  • બ્લાસ્ટ બાદ મકાનમાં આગ ફાટી નિકળી

  • આગમાં ઘર વખરી બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના જંબુસરમાં ભીષણ ગરમી વચ્ચે મકાનમાં રહેલ ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના જંબુસર શહેરના ભાગલીવાડ વિસ્તારમાં આવેલી કલ્પેશરાવ સોમાજીરાજ જાદવના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકા નું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી આગની ઘટનાના પગલે આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.