ભરૂચ: આમોદ ધર્માંતરણ સંપૂર્ણ ઇસ્લામિકરણનું મોટું ષડયંત્ર,મુકતાનંદ સ્વામીનું સ્ફોટક નિવેદન

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે

New Update
  • ભરૂચના આમોદનો ધર્માંતરણનો મામલો

  • હાઇકોર્ટે રાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું છે

  • હિન્દૂ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું

  • ઇસ્લામીકરણનું મોટું ષડયંત્ર ગણાવ્યું

  • હાઇકોર્ટના ચુકાદાથી મામલાની ગંભીરતા સમજાવી

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે વર્ષ 2021માં ધર્માંતરનો મામલો સામે આવ્યો હતો. જેમાં લોભ લાલચ આપી આદિવાસીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.આ અંગે હાઇકોર્ટ દ્વારા ઝડપાયેલા આરોપીઓની કવોશિગ પિટિશન રદ કરી દેવામાં આવે છે સાથે જ સમગ્ર મામલાને રાષ્ટ્રીય ષડયંત્ર જણાવવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલે હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ વિરુદ્ધ ઈસાય ધર્માંતરણ બાદ હવે ઇસ્લામીક ધર્માંતરણ પણ જાણે શરૂ થયું છે. આ ધર્માંતરણ આધ્યાત્મિક ઉન્નતી માટે નહીં પરંતુ ઇસ્લામીકરણ માટે કરવામાં આવેલું ષડયંત્ર છે. હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો છે એના પરથી આ મામલાની ગંભીરતા સ્પષ્ટ થાય છે.

Latest Stories