ભરૂચ: આમોદની સમા હોટલ પર સોડા લેવા ગયેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ હાર્ટ એટેક આવતા નીચે ઢળી ગયા હતા.....

New Update
cctv
ભરૂચના આમોદની સમા હોટલ પર કિસ્મઅલી સહેજાદઅલી શેખ રહે. ઉત્તરપ્રદેશ નામના ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ એટેક આવતા નીચે ઢળી ગયા હતા. જેથી હોટલ ઉપર હાજર હોટલના માલિક ઇમરાનભાઇએ તેઓને તાત્કાલિક ૧૦૮ બોલાવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં  આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.ટ્રક ચાલકનું ગણતરીના સમયમાં જ મોત થવા અંગેની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
Latest Stories