ભરૂચ: અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર

ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે સર્વત્ર પાણી-પાણી નજરે પડ્યું હતું

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે સર્વત્ર પાણી-પાણી નજરે પડ્યું હતું

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો અંકલેશ્વરમાં માત્ર ગણતરીના જ સમયમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર જીઆઇડીસી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી હતી ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 7 મી.મી.આમોદ  12 મી.મી.વાગરા 1.75 ઇંચ,ભરૂચ 2 ઇંચ,ઝઘડિયા 1 ઇંચ,અંકલેશ્વર 4.5 ઇંચ,હાંસોટ 1 ઇંચ,વાલિયા 1.5 ઇંચ અને નેત્રંગમાં  1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.