ભરૂચ: ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના એકલા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં આયોજન

  • વાર્ષિક રમતોત્સવ યોજાયો

  • વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચના એકલા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચના પશ્ચિમ વિસ્તાર સ્થિત ખુશ્બુ પાર્કમાં આવેલ ઇકરા ઈસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતઉત્સવમાં કે.જી. વિભાગથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથળા કુદ, રસ્સાખેંચ અને ક્રિકેટ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ખેલ કૌવત બતાવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય અઝરુદ્દીન ઘોઘા, ઈકબાલ ધોરીવાલા સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories