New Update
/connect-gujarat/media/media_files/2025/04/06/H78Jby6IdbinTv63B3R9.png)
ભરૂચ શહેરમાં શનિવારે કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભી રાખેલી ટાટા મેજીક ગાડીમાં આગ લાગી હતી.
જ્યારે સાંજના બાયપાસ સુરતી હાંડી હોટલ નજીકથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી.અને હવે રવિવારે ત સીદ્ધનાથ નગર વિસ્તારમાં ટાટા કર્વ મોડેલની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કાર થોડી જ ક્ષણોમાં બળીને ખાક થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.
Latest Stories